ડિરેક્ટર્સ તરફથી સંદેશ

સુજ્ઞ, વાલીમિત્રો અને વહાલા વિદ્યાર્થીઓ,

directors - SVV

DIRECTOR

SHRI VIJAYBHAI R. DAVARIYA

directors - SVV

DIRECTOR

SHRI RAVIBHAI R. DAVARIYA

“આત્મવિશ્વાસ એ અદ્રશ્ય, અદભુત અને અનુપમ શક્તિ છે. જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.” - સ્વેટ માર્ડન

ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સમા ઋષિવર શ્રી વસિષ્ઠના નામાભિધાનથી આપણી સંસ્થા શ્રી વસિષ્ઠ વિદ્યાલય ગૌરવાન્વિત થતી રહી છે. આપણી સંસ્થાની પ્રગતિ કોઈ એક જ વ્યક્તિ વિશેષને આભારી નથી પરંતુ પાયાથી માંડીને પ્રમુખ સુધીના દરેક સભ્યનું તપ અને યોગદાન છે. દરેક સંસ્થાની સફળતા અને આશય એ જ હોય કે તેમની શાળાના બાળકો ભવિષ્યના ભારતના ઉત્તમ નાગરિક બને તેમજ દરેકના સપના પોતાની પાત્રતા મુજબ પૂર્ણ થાય. અમને ખુશી છે કે અત્યાર સુધી આપણે યોગ્ય રાહ પર અવિરતપણે આગળ વધતા રહ્યા છીએ. આવનારા ભવિષ્યમાં પણ આયોજનપૂર્વક નવા-નવા આયોજન સિદ્ધ કરવા ઘટે. પરંતુ તે માટે અદભૂત આત્મવિશ્વાસ અને અનુપમશક્તિ દ્વારા જ આપણે ઉત્તમ પ્રગતિ કરી શકીશું. આશા છે કે આપણાં આ ઉજ્જવળ સપનાઓને પામવા માટે આ બંને સકારાત્મક શક્તિ જ આપણાં પથદર્શક બની રહે. કારકીર્દીનાં ઉચ્ચતમ શિખર સારા કરવા માટે આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા..