ATAL TINKERING LAB (ATL)
અટલ ટીનકરીંગ લેબ
શ્રી વશિષ્ઠ વિદ્યાલય બાળકો માટે હંમેશા કંઈક અલગ વિચારતી રહી છે. સાંપ્રત યુગમાં ચાલી રહેલી આધુનિક પ્રવૃતિઓ, રોજ-બરોજની નવી શોધો અને અત્યાધુનિક સાધનોના ઉપયોગો આ બધી જ પ્રવૃતિઓનો લાભ આપવા માટે વસિષ્ઠ વિદ્યાલયમાં તૈયાર થઈ છે ATL.
ATAL TINKERING LAB (ATL) આ યોજના ભારત સરકાર દ્વારા ચાલી રહેલા નીતિ આયોગનું ATAL INNOVATION MISSION (AIM)નો ભાગ છે. આ યોજના અંતર્ગત દેશ-વિદેશમાં ચાલી રહેલી ROBOTICS પ્રવૃતિઓ અને હરિફાઈઓને ધ્યાનમાં રાખી ભારત દેશના આપણાં બાળ વૈજ્ઞાનિકોને આ હરિફાઈઓમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ અને નૈપુણ્ય દેખાડવા માટે શ્રી વશિષ્ઠ વિદ્યાલય બાળકોને ATL દ્વારા પ્લેટફોર્મ આપી રહી છે.
“જ્ઞાની માણસ અવસરની રાહ નથી જોતો પરંતુ અવસર પેદા કરે છે.”