Message by Chairman
CHAIRMAN
SHRI RAMNIKBHAI DAVARIYA
ચેરમેન તરફથી સંદેશ
સુજ્ઞ, વાલીમિત્રો અને વહાલા વિદ્યાર્થીઓ
“સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.”
આપણે હંમેશા કોઈપણ પરિણામનો દોષ બીજા પર નાખવામાં માહેર છીએ. મુખ્યત્વે સમય, સંજોગો, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના કે પછી કઈ પણ હોય. જેમ સારા પરિણામ આવે ત્યારે આપણે એવું ઈચ્છીએ છીએ કે લોકો આપણી નોંધ લે તે જ પ્રમાણે નબળા પરિણામ વખતે પણ આપણે બીજા પર દોષ ન મૂકતાં તેનો પણ સ્વીકાર કરીશું. દરેક સંજોગોનું સર્જન આપણાં પર જ આધાર રાખે. આત્મબળ અને આત્મશ્રધ્ધા જ હમેશાં આપણાં પથદર્શક બને છે. તેના દ્વારા પ્રતિકૂળ સંજોગોને પણ આપણી તરફેણમાં કરી શકીએ. એટલે સંજોગોને દોષ ન દેતાં અથાગ પ્રયત્નો વડે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરો અને સકારાત્મક સંજોગોનું સર્જન કરો. આજના સમયમાં જ્યારે લોકોમાં ધીરજનો અભાવ જોવા મળે છે ત્યારે મારે ખાસ મારા શિક્ષક ભાઈઓ -બહેનો નાના-નાના ભૂલકાઓ અને આપ સર્વેને એટલું જ કહેવાનું કે વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ તમારું ધૈર્ય તમને સફળ બનાવશે. એટલે જ પરંપરાથી આપણે બોલતા આવીએ છીએ કે “ધીરાજના ફળ મીઠા”. તો આપણાં સમસ્ત વસિષ્ઠ પરિવાર સમક્ષ મારો ભાવ શબ્દના તાંતણે બાંધીને આપના સુધી પ્રગટ કરું છું. આશા છે કે આપ આ ભાવને સમજીને જીવનમાં ઉતારશો. આપ સર્વે ખૂબ જ પ્રગતિ કરો તેવી પ્રાર્થના...
“ધીરજ ધરી શકે, તે ધાર્યુ કરી શકે"
My idea of education is to unsettle the minds of the young and inflame their intellects.