Infrastructure

Infrastructure Facilities

શહેરના ઘોંઘાટભર્યા વાતાવરણથી દૂર પ્રકૃતિના સાનિધ્યમાં આવેલી આ શાળાનું કેમ્પસ ખૂબ જ રમણીય છે. શુદ્ધ ઓક્સિજનયુક્ત હવા ઉજાસવાળા વિશાળ વર્ગખંડો, ખૂબ જ વિશાળ મેદાન, સાધન સામગ્રીથી સજ્જ વિવિધ પ્રયોગશાળાઓ, ફાયર સેફટી, અટલ ટીંકરીંગ લેબ, જ્ઞાન સભર પુસ્તકોથી સજ્જ ગ્રંથાલય, મનની શાંતિ અને પ્રેરણા પ્રાપ્ત કરાવતો એસેમ્બલી હોલ આ શાળાને પરિપક્વ માહોલ પૂરો પાડે છે.

Transportation

Transportation Detail

સમયસર અને સુરક્ષિત રીતે વિદ્યાર્થીઓને શાળા અને ઘર વચ્ચેનું ટ્રાવેલિંગ પૂરું પાડતો આ વિભાગ ખૂબ જ ઉત્તમ રીતે કાર્યરત છે. સ્વચ્છ અને સુંદર બસ, વિનયી સ્ટાફ, સુચારુ મેનેજમેન્ટ અને સુરક્ષિત અને શાંતપ્રિય મુસાફરી બાળકોને નિર્ભય રીતે શાળા સુધી દોરી લાવે છે.

  • શાળાની નજીકના ગામડાઓ તથા સુરત શહેર માટે પોઈન્ટ ટુ પોઈન્ટ બસની સુવિધા.
  • શાળા પાસે બસોનો કાફલો છે જેનું સંચાલન પ્રશિક્ષિત ડ્રાઇવરો અને એટેન્ડન્ટ્સ દ્વારા કરવામાં આવે છે.
  • વ્યવસ્થાપન વાહનવ્યવહાર સુવિધા માટે બાંયધરી આપતું નથી. તે તેની ઇન-રૂટ બસોમાં સીટોની ઉપલબ્ધતાને આધીન પ્રદાન કરવામાં આવશે. જો તેમના સંબંધિત વિસ્તારમાં સીટ/સુવિધા ઉપલબ્ધ ન હોય, તો વાલીઓએ તેમના વોર્ડ માટે વાહનવ્યવહારની પોતાની વ્યવસ્થા કરવી પડશે.
  • વાહનવ્યવહારની સુવિધા ફરજિયાત નથી. વાલીઓ પણ પોતાની વ્યવસ્થા કરી શકે છે.
  • શિસ્તબદ્ધ, સંસ્કારી અને વિનમ્ર ડ્રાઈવર – કન્ડક્ટર સ્ટાફ.

Healthy Food

Brunch Facility

શુદ્ધ, સ્વચ્છ, સાત્વિક અને પૌષ્ટિક બ્રંચ અહીંની મુખ્ય ખાસિયત છે. શિસ્તબદ્ધ રસોઈનો બગાડ ન થાય તે રીતે કાળજીપૂર્વકનું મેનેજમેન્ટ તેમજ મનહર અને મનભર વિવિધ આઈટમો જેમાં પાઉંભાજી, કઢી-ખિચડી, દાળ-ભાત, દહીં-બિરયાની, ઇડલી સાંભાર,પૂરીશાક વગેરે વાનગીઓ બાળકોને તૃપ્ત કરે છે.