Message by Chairman
CHAIRMAN
SHRI RAMNIKBHAI DAVARIYA
ચેરમેન તરફથી સંદેશ
સુજ્ઞ, વાલીમિત્રો અને વહાલા વિદ્યાર્થીઓ
“બાળકોને ઉપદેશ આપવો જરૂરી નથી, પરંતુ ઉત્તમ ઉદાહરણ પૂરાં પાડવા જરૂરી છે.”
આપણે હંમેશા કોઈપણ પરિણામનો દોષ બીજા પર નાખવામાં માહેર છીએ. મુખ્યત્વે સમય, સંજોગો, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના કે પછી કઈ પણ હોય. પ્રગતિ ત્યારે જ થાય જયારે આપણે જે તે ક્ષેત્રમાં સફળ થવા ઈચ્છતા હોઈએ તે ક્ષેત્રનાં સફળ થયેલાં ઉત્તમોત્તમ આદર્શોને ખૂબ જ નજીકથી પામીએ. આપણી શાળા હંમેશા આ જ પગદંડી પર અગ્રેસર રહે છે તેનું ગૌરવ કોને ન થાય ! દર વર્ષે આપણી શાળામાં શિક્ષણની સાથે સાથે જે રીતે સર્જનાત્મક કાર્યો થઈ રહ્યા છે તેના સાક્ષી બનીને ખૂબ જ આનંદ અને ગૌરવ થાય છે. ખરેખર શાળા દ્વારા આપવામાં આવતું ઉત્તમ શિક્ષણ અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ થકી બાળકોનું જે ઘડતર થાય છે તે ખૂબ જ સરાહનીય છે. આ સંસ્થા સાથે જોડાયેલા તમામ પરિવારજનો જે રીતે નિષ્ઠાપૂર્વક પોતાના કર્તવ્યનું વહન કરે છે તેનાથી ખૂબ જ સંતોષ થાય છે. આપણી સંસ્થાનો હંમેશા એક જ સંકલ્પ છે કે બાળકોનો સર્વાંગી વિકાસ. આપણે સૌ સફળતાની એ દિશામાં જ આગળ વધી રહ્યા છીએ તેનો રાજીપો વ્યકત કરું છું. મારા આશીર્વાદ અને શુભકામનાઓ સદાય સૌની સાથે જ છે. ઈશ્વર સૌની મનોકામના પૂર્ણ કરે તેવી અભ્યર્થના...
“ધીરજ ધરી શકે, તે ધાર્યુ કરી શકે"
My idea of education is to settle the minds of the young and inflame their intellects.