શાળાના નિયમો

  1. સરકારશ્રીના નિયમોને આધિન રહીને ઉંમર, લાયકાત અને વર્તણૂક જોઈને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
  2. દરેક વિદ્યાર્થીએ શાળાનો નિયત કરેલ યુનિફોર્મ પહેરીને આવવું ફરજિયાત છે.
  3. જે તે સત્રમાં હાજરી પુરતી નહીં થાય તો વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
  4. શાળા સમય દરમિયાન આચાર્યશ્રીની પરવાનગી વગર કોઈ વાલી પોતાના સંતાનને મળી શકશે નહિ તેમજ વર્ગખંડમાં જઈ શકશે નહિ.
  5. અનિવાર્ય સંજોગોમાં વિધાર્થીને ચાલુ શાળાએથી લઈ જવાનું થાય તો વાલીશ્રીને આપેલ આઈકાર્ડ લઈને જ આવવાનું રહેશે.
  6. સતત ગેરહાજર રહેનાર તેમજ અયોગ્ય વર્તણૂક કરનાર વિદ્યાર્થીનું નામ કમી કરવામાં આવશે.
  7. શાળા પરિસરમાં વાલીશ્રીનું સભ્ય વર્તણૂક ખૂબ જ અપેક્ષિત છે તેમજ સંસ્થાનાં દરેક કર્મચારીગણ સાથે રજૂઆત વિનમ્રતાપૂર્વક કરવાની રહેશે.
  8. વાલીશ્રીઓએ વિદ્યાર્થીની કોઈપણ પ્રકારની ફરિયાદ સીધી શિક્ષકને નહિ કરતા આયાર્યશ્રી / સુપરવાઈઝરશ્રીને કરવાની રહેશે.
  9. શાળાના કોઈપણ કામ માટે સીધા જ વર્ગખંડમાં ન જતા ઓફિસનો સંપર્ક કરવો.
  10. સંસ્થાની મિલકતને કોઈપણ પ્રકારનું નુકસાન કરનાર વિદ્યાર્થી જવાબદાર ગણાશે તેમજ નુકસાની વાલીએ ભરપાઈ કરવાની રહેશે તથા જાણી જોઈને નુકસાન કરેલ જણાશે તો શાળામાંથી પ્રવેશ રદ કરવામાં આવશે.
  11. વિદ્યાર્થી દાગીના, કિંમતી વસ્તુ, મોબાઈલ અન્ય મનોરંજન અને ઈલેક્ટ્રોનિક્સ સાધનો / વસ્તુઓ શાળામાં લાવી શકરશે નહિ.
  12. વિદ્યાર્થીને શાળાની બસમાં આવતા - જતા, પ્રયોગ કરતા, રમતા કે અન્ય પ્રવૃત્તિ કરતા જો કોઈપણ પ્રકારનો અકસ્માત કે ઈજા થાય તો જવાબદારી સંસ્થાની રહેશે નહિ.
  13. બીજા વિદ્યાર્થીને હેરાન કરતા જણાશે તો પ્રવેશ રદ કરવામાં આવશે.
  14. ચાર દિવસ કરતા વધુ લાંબી બિમારી હોય તો મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
  15. શાળા દ્વારા યોજાતી વાલી મિટીંગમાં વાલીશ્રીએ અચૂક હાજર રહેવાનું રહેશે.
  16. વાલીશ્રીઓએ ફીની રકમ નિયત સમયે બે હપ્તામાં ભરવાની રહેશે.
  17. શાળાની બસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ડ્રાઈવર, કન્ડક્ટર કે અન્ય કર્મચારી સાથે ગેરવર્તન કરવું નહિ, બસમાં કોઈપણ પ્રકારનું નુકશાન કરવું નહિ.
  18. શાળાની બસમાં આવનાર વિદ્યાર્થીઓ માટે નક્કી કરવામાં આવેલ પોઈન્ટ વાલીને માન્ય રહેશે તેમજ પોઈન્ટમાં ફેરફાર / બસ બંધ કરવાનો અધિકાર શાળા સંચાલક મંડળનો રહેશે.
  19. શાળામાંથી પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીનું લીવીંગ સર્ટી અરજી કર્યાના સાત દિવસ પછી મળશે.
  20. શાળા છોડવા ઈચ્છતા વિદ્યાર્થીઓના વાલીશ્રીઓએ ૩૦મી એપ્રિલ સુધીમાં લીવીંગ સર્ટી કઢાવવાની અરજી કરવાની રહેશે અન્યથા નવા સત્રની એક માસની ફી ભરવાની રહેશે.
  21. શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ એક્ટિવીટીમાં ફેરફાર કરવાનો અધિકાર સંસ્થાનો રહેશે.
  22. વાલીશ્રીઓએ વિદ્યાર્થીઓનો શાળા યુનિફોર્મ, પી.ટી. યુનિફોર્મ, સ્વેટર, સ્કેટીંગ, સ્વીમીંગ કોસ્ચ્યુમ, પાઠયપુસ્તક, નોટ-બુક, પ્રવાસખર્ચ વગેરેના રૂપિયા અલગથી ભરવાના રહેશે જેનો શાળા ફીમાં સમાવેશ કરવામાં આવેલ નથી.
  23. શાળામાં આધાર તરીકે ખોટું એફીડેવીટ, દાખલો કે અન્ય પ્રમાણપત્ર રજૂ કરનાર વાલીની સંપૂર્ણ જવાબદારી રહેશે. આ બાબતે સંસ્થા જવાબદાર રહેશે નહીં.
  24. શાળામાં નવો પ્રવેશ લેનાર વિધાર્થીનો સત્ર શરૂ થયા પહેલા વાલી દ્વારા પ્રવેશ રદ કરાવવામાં આવશે તો એક માાની ફી કાપીને બાકીની ફી પરત આપવામાં આવશે.
  25. શાળાનાં સંચાલકો દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે.

શાળાનો સમય :
જુ.કે.જી., સી.કે.જી.: ૯:૧૫ થી ૧:૫૦ ધોરણ : ૧ થી ૫: ૯:૧૫ થી ૩:૩૦
ધોરણ : ૬ થી ૧૦ અને ૧૧, ૧૨ (કોમર્સ): ૭:૩૦ થી ૧:૫૦
ધોરણ ૧૧, ૧૨ (સાયન્સ): ૭:૩૦ થી ૩:૩૦
ધોરણ ૧૧, ૧૨ (સાયન્સ) અંગ્રેજી માધ્યમ (GSEB): ૭:૩૦ થી ૩:૩૦

  • શાળાના સમયમાં ફેરફાર કરવાનો અધિકાર શાળા સંચાલક મંડળનો રહેશે.
  • ઉપરના તમામ નિયમો મેં વાંચ્યા છે, સમજ્યાં છે જેનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની હું બાંહેધરી આપું છું.